ઓરછા (મધ્ય પ્રદેશ)
Appearance
ઓરછા એ ભારત દેશના મધ્યભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લામાં આવેલું એક શહેર છે, જે બુંદેલા રાજાઓના ઇતિહાસ સાથે જોડાયેલું છે.[૧] આ નગરની સ્થાપના મહારાજા રૂદ્ર પ્રતાપ સિંહ દ્વારા ઈ.સ. ૧૫૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી. આ નગર બેતવા નદીને કિનારે, જિલ્લા મથક તિકમગઢથી ૮૦ કિલોમીટર દૂર, તેમ જ ઉત્તર પ્રદેશમાં આવેલ ઝાંસીથી ૧૫ કિલોમીટર અંતરે આવેલું છે.
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/25/The_Royal_Chhataris_of_Orchha_001.jpg/220px-The_Royal_Chhataris_of_Orchha_001.jpg)
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Sadhu_of_Orchha.jpg/220px-Sadhu_of_Orchha.jpg)
અહીં આવેલ ઐતિહાસિક રાજમહેલ, ચતુર્ભુજ મંદિર, રાય પ્રવીણ મહેલ, જહાંગીર મહેલ, ફૂલ બાગ, સુન્દર મહેલ, છતરીઓ વગેરે જોવાલાયક સ્થળો છે.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ http://tikamgarh.nic.in/tour.htm#orcha ઓરછા : તિકમગઢ જિલ્લાના અધિકૃત વેબસાઇટ પર માહિતી
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |