લખાણ પર જાઓ

જંડ હનુમાન

વિકિપીડિયામાંથી

જંડ હનુમાન અથવા ઝંડ હનુમાનગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલું એક સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. અહીં આશરે ૫૦૦થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીં એક જ પથ્થરમાં કોતરેલી લગભગ એકવીસેક ફૂટની હનુમાનજીની અખંડ મૂર્તિ આવેલી છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે આ મૂર્તિમાં હનુમાનજીના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરેલી છે. અહીંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહીં ભીમની ઘંટી તથા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કૂવો પણ આવેલો છે. પાંચેક ફૂટનો ઘેરાવો ધરાવતી ભીમની ઘંટીના પડ પાસે વાંદરા પણ જોવા મળે છે.

અહીં હનુમાન જયંતીના દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે.