પંજાબ, ભારત
Appearance
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/10/IN-PB.svg/200px-IN-PB.svg.png)
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1c/Punjab_1951-66-gu.svg/220px-Punjab_1951-66-gu.svg.png)
પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ" (પાંચ) અને "આબ" (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં ઘઉં, શેરડી તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા પંજાબી છે.
પંજાબ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/Punjab_2012_administrative-gu.svg/400px-Punjab_2012_administrative-gu.svg.png)
પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.
- અમૃતસર જિલ્લો
- કપૂરથલા જિલ્લો
- ગુરદાસપુર જિલ્લો
- જલંધર જિલ્લો
- તરન તારન સાહિબ જિલ્લો
- નવા શહર જિલ્લો
- પટિયાલા જિલ્લો
- પઠાણકોટ જિલ્લો
- ફતેહગઢ સાહિબ જિલ્લો
- ફરીદકોટ જિલ્લો
- ફિરોઝપુર જિલ્લો
- બરનાલા જિલ્લો
- ભટિન્ડા જિલ્લો
- માનસા જિલ્લો
- મોગા જિલ્લો
- મોહાલી જિલ્લો
- મુક્તસર જિલ્લો
- રુપનગર જિલ્લો
- લુધિયાણા જિલ્લો
- સંગરુર જિલ્લો
- હોશિયારપુર જિલ્લો
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![](http://chped.net/https/upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર પંજાબ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- પંજાબ રાજ્ય વિશે સામાન્ય જાણકારી સંગ્રહિત ૨૦૧૦-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન
- પંજાબ રાજ્ય સરકારનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૧ ના રોજ વેબેક મશિન
- પંજાબનો ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૫ ના રોજ વેબેક મશિન
- પંજાબ: ચિત્રદર્શન સંગ્રહિત ૨૦૧૮-૧૧-૧૫ ના રોજ વેબેક મશિન
- ગુજરાતી વિશ્વકોશમાં પંજાબ, ભારત.
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |