લખાણ પર જાઓ

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ

વિકિપીડિયામાંથી
રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ
૨૦૦૯માં મેહરાનગઢ કિલ્લા ખાતે કલા પ્રદર્શન કરતું જૂથ
પ્રકારલોક સંગીત, ફ્યુઝન સંગીત
તારીખશરદ પૂર્ણિમા, ઓક્ટોબર
સ્થાનમેહરાનગઢ કિલ્લો, જોધપુર
સક્રિય વર્ષો૨૦૦૭ — વર્તમાન
સ્થાપકોમહેરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ,
જયપુર વિરાસત ફાઉન્ડેશન
વેબસાઇટwww.jodhpurriff.org

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ અથવા જોધપુર લોક ઉત્સવ એ પરંપરાગત લોક સંગીત અને કલાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત વાર્ષિક સંગીત અને કલા ઉત્સવ છે જેનું આયોજન મેહરાનગઢ કિલ્લો, જોધપુર, રાજસ્થાન ખાતે કરવામાં આવે છે.[૧][૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

આ મહોત્સવનું આયોજન સૌ પ્રથમ ઓક્ટોબર ૨૦૦૭માં મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ અને જયપુર વિરાસત ફાઉન્ડેશન વચ્ચે બિન-નફાકારક ભાગીદારી તરીકે કરવામાં આવ્યું હતું.[૧][૩] આ તહેવાર વર્ષના સૌથી તેજસ્વી પૂનમના સમય (જેને ઉત્તર ભારતમાં શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે) સાથે મેળ ખાય તે માટે સમય બદ્ધ છે. આ તહેવારના મુખ્ય આશ્રયદાતા મહારાજા ગજ સિંહ છે. આ તહેવાર મેહરાનગઢ કિલ્લા માં અને તેની આસપાસ આયોજિત કરવામાં આવે છે.[૨]

કાર્યક્રમો[ફેરફાર કરો]

આ મહોત્સવ દ્વારા ભારત તેમજ વિશ્વના તમામ લોક કલાકારો અને સંગીતકારોને ખુલ્લુ મંચ પ્રદાન કરવાની યોજના છે. રાજસ્થાન અને અન્ય સ્થળોએથી લગભગ ૨૫૦ સંગીતકારો અને કલાકારો આ ઉત્સવમાં ભાગ લે છે.[૨]

આ મહોત્સવને યુનેસ્કો "પીપલ્સ પ્લેટફોર્મ ફોર ક્રિએટિવિટી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ" તરીકે ટેકો આપે છે.[૧][૩] ૨૦૧૨ અને ૨૦૧૩માં સોંગલાઇન્સ સામ્યિકે તેને શ્રેષ્ઠ ૨૫ આંતરરાષ્ટ્રીય તહેવારોમાંનો એક ગણાવ્યો હતો.[૪][૫]

૨૦૧૩ની આવૃત્તિ[ફેરફાર કરો]

આ તહેવારની ૨૦૧૩ની આવૃત્તિનો વિષય મેહરાનગઢ કિલ્લાનો પ્રાચીન ઇતિહાસ હતો,[૨] જેને ટાઇમ સામયિક દ્વારા એશિયાના શ્રેષ્ઠ કિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.[૬] વર્ષના વિશેષ પ્રદર્શનમાં અફઘાની રુબાબ[upper-alpha ૧] વાદક દાઉદ ખાન સાદોઝાઈ, મારવાડના માંગણિયારની સંસ્કૃતિ પરના સત્રો, દિલશાદ ખાન સાથે રાજસ્થાની કલાકારો અને મનુ ચાઓનો સમાવેશ થાય છે.[૨][૭]

૨૦૧૫ની આવૃત્તિ[ફેરફાર કરો]

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ તેની નવમી આવૃત્તિ ૨૩ થી ૨૭ ઓક્ટોબર સુધી ઉજવી હતી. આ વર્ષે ગ્રેમી એવોર્ડ વિજેતા વોટર કેલરમેન અને યોસી ફાઇને તેમનું સંગીત રજૂ કર્યું હતું.[૮]

નોંધ[ફેરફાર કરો]

  1. રુબાબ એ અફઘાનિસ્તાનનું રાષ્ટ્રીય સંગીત સાધન છે

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ UNESCO New Delhi. "UNESCO Partners the Second Rajasthan International Folk Festival RIFF 2008". મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Rajesh, Suganyasree (2013-12-22). "Pinkcity Guide to Jaipur". Pinkcity.com. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ Jodhpur RIFF. "Jodhpur RIFF". મૂળ માંથી 2013-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  4. "2012 Songlines best 25". Songlines (magazine)]]. 2012-03-22. મૂળ માંથી 2013-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  5. "Songlines best 25". Songlines (magazine). 2013-03-07. મૂળ માંથી 2014-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  6. Krich, John (2007). "Time best of asia". Time magazine. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  7. "Wild city music guide". wild city. 2013-10-21. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  8. "Jodhpur RIFF: Presenting new form of music". NEWS 18. 2015-10-09. મૂળ સંગ્રહિત માંથી 2015-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-09. CS1 maint: discouraged parameter (link)